એસિડ વર્ષા એટલે શું ? વાતાવરણીય પ્રદૂષકો દ્વારા એસિડ વર્ષાનું નિર્માણ સમજાવો.
વરસાદી પાણીની pH $5.6$ ની આસપાસ હોય છે. કારણ કે પાણી વાતાવરણ $\mathrm{CO}_{2}$ સાથે પ્રક્રિયા કરી $\mathrm{H}^{+}$ઉત્પન્ન કરે છે.
$\mathrm{H}_{2} \mathrm{O}_{(l)}+\mathrm{CO}_{2(\mathrm{~g})} \rightleftharpoons \mathrm{H}_{2} \mathrm{CO}_{3(\mathrm{aq})}$
$\mathrm{H}_{2} \mathrm{CO}_{3(\mathrm{aq})} \rightleftharpoons \mathrm{H}_{(\mathrm{aq})}^{+}+\mathrm{HCO}_{3(\mathrm{aq})}^{-}$
વરસાદના પાણીની $pH$ $5.6$ કરતાં ઓછી હોય તો તેવા વરસાદને ઍસિડ વર્ષા કહે છે.
એસિડ વર્ષાથી વાતાવરણમાં રહેલો ઍસિડ પૃથ્વીની સપાટી પર જમા થાય છે. એસિડ પ્રકૃતિવાળા નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ વાતાવરણના ઘનકણો સાથે હવામાં વહીને જમીન પર શુષ્ક નિક્ષેપન સ્વરૂપે અથવા પાણી, ધુમ્મસ અને હિમમાં ભીના નિક્ષેપન સ્વરૂપે જમા થાય છે.
સલ્ફર અને નાઈટ્રોજનના ઓક્સાઈડ સંયોજનો ઉત્પન્ન થઈ વાતાવરણમાં ભળે છે. જે ઍસિડ વર્ષા માટે જવાબદાર છે. અશ્મિગત બળતણ કે જે સલ્ફર અને નાઈટ્રોજનજન્ય પદાર્થ ધરાવે છે. જેમ કે, વિદ્યુતમથક, ભક્કીઓમાં કોલસા કે ઑઈલ તથા વાહનોના ઓન્જિનમાં પેટ્રોલ અને ડીઝલના દહનથી પણ સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો ઉત્પન્ન થાય છે.
આ $\mathrm{NO}_{2}$ આને $\mathrm{SO}_{2}$ ઓક્સિડેશન બાદ પાણી સાદી પ્રક્રિયા કરી ઓસિડ વર્ષાના નિર્માણ મહત્તનો ભાગ ભજવે છે. પ્રદૂષિત હવામાં રહેલા રજકણો આ ઑક્સિડેશન પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વર્તે છે.
$2 \mathrm{SO}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}+2 \mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightarrow 2 \mathrm{H}_{2} \mathrm{SO}_{4(\mathrm{aq})}$
$4 \mathrm{NO}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}+2 \mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightarrow 4 \mathrm{HNO}_{3(\mathrm{aq})}$
આમ, એમોનિયમ ક્ષાર ઉત્પન્ન થઈ તે ધૂંધળું વાતાવરણ બનાવે છે. જેને બારિક ક્ણોનું એરોસોલ કહે છે.
વરસાદી પાણીના બિંદુઓમાં ઑક્સાઈડ સંયોજનોના એરોસોલ કણો અથવા ઓમોનિયમ ક્ષારોનું ભીનું નિક્ષેપન થાય છે. જમીન પરની ધન અને પ્રવાહી સપાટી પર $\mathrm{SO}_{2}$ વાયુ પણ સીધો $\%$ શોષાઈને શુષ્ક નિક્ષેપન દર્શાવે છે.
ક્લોરોફ્લોરોકાર્બન $(CFC)$ દ્વારા ઓઝોન વાયુનું ખંડન કેવી રીતે થાય છે ?
ફ્રિઓનના ઉપયોગો લખો.
નીચે વિભાગ $-I$ માં આપેલા રજકણ પ્રદૂષકોને, વિભાગ $-II$ માં આપેલ તેના કણો સાથે જોડો.
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(A)$
ધુમાડો |
$(1)$ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઉત્પન થતી બાપની ઠારણ ક્રિયાથી ઉત્પન્ન થાય છે. |
$(B)$ ધૂળ | $(2)$ બારીક ઘન કણ |
$(C)$ ) ધુમ્મસ | $(3)$ ફેલાયેલ પ્રવાહીનાં કણો અને વરાળના ઠારણથી ઉત્પન્ન થાય. |
$(D)$ ધૂમ | $(4)$ કાર્બનિક પદાર્થનાં દહનથી ઉત્પન્ન થતા ઘન અને પ્રવાહી કણોનું મિશ્રણ. |
પર્યાવરણીય પ્રદૂષણ એટલે શું ?
ખાલી જગ્યા પૂરો :
$(1)$ ઊડતી રાખ અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાંના સ્લેગનો ઉપયોગ કરી ....... બનાવાય છે.
$(2)$ બાયોગેસ ......ના ઉત્પાદનમાં અને તેની ઉપનીપજ ......... તરીકે વપરાય છે.